શું ખોદાણ-કામ ઘરની મજબૂતીને અસર કરી શકે છે?

25 ઓગસ્ટ, 2020

ઘરનો પાયો નાખતા પહેલા પ્લોટમાં ખોદકામ કરવામાં આવે છે. પાયો તમારા ઘરના માળખાનું વજન પાયાની નીચેની મજબૂત માટીમાં તબદીલ (ટ્રાન્સફર) કરે છે. જો ખોદકામનું કામ યોગ્ય રીતે કરવામાં ન આવે, તો પછી પાયો નબળો પડે છે, જે દિવાલો અને થાંભલાઓમાં તિરાડો લાવી શકે છે.

ખોદકામ કરતી વખતે ધ્યાનમાં રાખવાની કેટલીક બાબતો અહીં આપેલ છે.

1. સુનિશ્ચિત કરો કે ખોદકામ શરૂ થાય તે પહેલાં પ્લોટ પરના લેઆઉટ ચિન્હો યોગ્ય રીતે કરેલ હોય.

  1. તપાસો કે ખોદકામના ખાડાઓનું કદ, પેટર્ન, ઊંડાઈ અને ઢાળ એકસમાન હોય, પછી ખોદકામ સપાટી પર પાણી રેડવું અને તેને રેમરથી રેમિંગ કરવાની શરૂઆત કરો
  2. પ્લમ કોંક્રિટથી વધારાના ખોદાણ કરેલ વિસ્તારો ભરો. સુનિશ્ચિત કરો કે ત્યાં કોઈ પોલાણવાળી જગ્યા અથવા નરમ જગાઓ ન હોય.
  3. 6 ફુટથી વધુ ઊંડા ખોદકામ દરમિયાન, લાકડાના બાંધકામોવાળી બાજુઓને ટેકા પૂરા પાડવાની સલાહ આપવામાં આવે છે.

આ તમારા ઘરને મજબૂત પાયો આપવા માટે યોગ્ય ખોદકામની પ્રક્રિયાની કેટલીક ટીપ્સ છે.


સંપર્કમાં રહો

તમારા પ્રશ્નોના જવાબ મેળવો

માન્ય નામ દાખલ કરો
માન્ય નંબર દાખલ કરો
માન્ય પિનકોડ દાખલ કરો
માન્ય શ્રેણી પસંદ કરો
માન્ય ઉપ શ્રેણી દાખલ કરો

આ ફોર્મ સબમિટ કરીને તમે અલ્ટ્રાટેક સિમેન્ટને તમારો સંપર્ક કરવાની અધિકૃતતા આપો છો.

આગળ વધવા કૃપા કરીને આ બોક્સ પર ટીક કરો