શું ઘર બાંધવાનું વિચારી રહ્યાં છો? શું તમે તમારા વિસ્તારની આબોહવાને ધ્યાનમાં લીધી? જો ના લીધી હોય તો, કૃપા કરીને ધ્યાનમાં લો! કારણ કે સુરક્ષિત અને સ્થિર બાંધકામ માટે આબોહવાકીય પરિસ્થિતિઓને ધ્યાન પર લેવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. આપણાં સમગ્ર દેશમાં આબોહવાના વિવિધ ઝોન છે, જે પ્રત્યેકની આબોહવા સંબંધિત ચોક્કસ માંગો છે. આથી, તમે અતિશય ઠંડા ઝોનમાં ગરમ આબોહવા મુજબ તમારા બાંધકામની યોજના તૈયાર કરી શકો નહીં.
- સૂર્યપ્રકાશ ઘરને ગરમ કરે છે. આથી, છતને રંગાવવી અને ગરમીને પરાવર્તિત કરનારા રંગ વડે પ્લાસ્ટરિંગ કરવાથી ગરમીનું અવશોષણ ઘટાડવામાં તમને મદદ મળી રહેશે.
- ઘરના મુખ્ય દરવાજાનું મુખ ઉત્તર-દક્ષિણ દિશામાં હોવું જોઇએ. વધારે પડતાં સૂર્યપ્રકાશને ટાળવા દરવાજા અને બારીઓને પશ્ચિમ તરફ બનાવશો નહીં.
- કૉંક્રીટના પોલા બ્લૉક્સ વધુ સારુ ઇન્સ્યુલેશન પૂરું પાડે છે, જે ઘરની અંદર તાપમાનને નિયંત્રિત કરવામાં મદદરૂપ થાય છે.
- ખૂબ જ કાળજીપૂર્વક વેન્ટિલેશન અને ક્રોસ વેન્ટિલેશનનું આયોજન કરવાનું યાદ રાખો
- દરવાજા અને બારીઓ પર લિન્ટેલ બીમ્સ બનાવો
- ઢાળિયું ધરાવતી છતની રચના કરો, જેથી પાણી સરળતાથી વહી જાય
- તમારા ઘરના માળખાંનું વૉટરપ્રૂફિંગ કરાવવાનું યાદ રાખો
- હૂંફાળો તડકો તમારા ઘરમાં આવી શકે તે માટે ઉત્તર અને પશ્ચિમમાં દરવાજા અને બારીઓ બનાવો
- બારીઓ, દરવાજા અને ફરસનું નિર્માણ કરતી વખતે સારા ઇન્સ્યુલેટિંગ મટીરિયલનો ઉપયોગ કરો
આ હતાં કેટલાક સૂચનો અલગ-અલગ પ્રકારની આબોહવાકીય સ્થિતિમાં ઘરનું નિર્માણ કરવા અંગે.
ઘરનું નિર્માણ કરવાના વધુ નિષ્ણાત ઉપાયો અને સૂચનો માટે #વાત ઘરની છે ને ફૉલો કરતાં રહો, અલ્ટ્રાટૅક સીમેન્ટની રજૂઆત.
તમારા પ્રશ્નોના જવાબ મેળવો