ઘરથી સંકળાયેલ કાગળો કેવી રીતે તૈયાર કરાવડાવવા

25 માર્ચ, 2019

એકવાર તમે પ્લોટ ખરીદવાનું નક્કી કરો, સુનિશ્ચિત કરો કે તમારી પાસે બધા દસ્તાવેજો ઉપલબ્ધ હોય. તેના વિના, તમારી ખરીદીમાં વિલંબ થશે.

કાનૂની અને વ્યક્તિગત - મોટા ભાગના જરૂરી દસ્તાવેજોને બે પ્રકારમાં વહેંચી શકાય છે.

કાનૂની દસ્તાવેજો: આ દસ્તાવેજો આવશ્યક છે, અને આમાંથી એક પણ ગુમ થવાને કારણે ખરીદીમાં વિલંબ થઈ શકે છે.

તેમાં સામેલ છે: -

વેચાણ આપનાર પાસેથી લેવામાં આવતા: માલિકી ખત, વેચાણ ખત અથવા મુખ્ય લેખ:

જમીનની મંજૂરી: જો તમે ખેતીની જમીનને બિન-ખેતી જમીનમાં રૂપાંતરિત કરવા માંગતા હો

જ્યાં જમીન નોંધાયેલ હોય તે સબ-રજિસ્ટ્રારની કચેરીથી પ્રાપ્ત થયેલ બોજાનું પ્રમાણપત્ર:

તહેસીલદારની કચેરીમાંથી મેળવેલ હક્ક પત્રક (રેકોર્ડ ઓફ રાઇટ્સ -આરઓઆર) સર્ટિફિકેટ:

સહાયક મહેસૂલ અધિકારી પાસેથી મેળવેલ: કથા પ્રમાણપત્ર:

વ્યક્તિગત દસ્તાવેજો: વ્યક્તિગત દસ્તાવેજો સંપૂર્ણ રૂપે ચકાસણી હેતુ માટે છે: આધાર, મતદાર ઓળખકાર્ડ અને પાનકાર્ડ.

ધ્યાનમાં રાખવાની બાબતો:

જો વેચનાર માલિક ન હોય તો, ‘કુલમુખત્યાર પત્ર (પાવર ઓફ એટર્ની)’ દસ્તાવેજની ચકાસણી કરો

વેચાણ આપનાર દ્વારા જણાવેલ માપદંડો સચોટ છે તેની ખાતરી કરવા માટે, સર્વે વિભાગ પાસેથી જમીનનો સર્વે સ્કેચ મેળવો.

જો ત્યાં એક કરતા વધુ માલિક છે, તો બધા માલિકો પાસેથી ‘મુક્તિ (રીલીઝ) પ્રમાણપત્ર’ મેળવવાની ખાતરી કરો.


સંપર્કમાં રહો

તમારા પ્રશ્નોના જવાબ મેળવો

માન્ય નામ દાખલ કરો
માન્ય નંબર દાખલ કરો
માન્ય પિનકોડ દાખલ કરો
માન્ય શ્રેણી પસંદ કરો
માન્ય ઉપ શ્રેણી દાખલ કરો

આ ફોર્મ સબમિટ કરીને તમે અલ્ટ્રાટેક સિમેન્ટને તમારો સંપર્ક કરવાની અધિકૃતતા આપો છો.

આગળ વધવા કૃપા કરીને આ બોક્સ પર ટીક કરો