શ્રેષ્ઠ ફ્લોરિંગ પસંદ કરવા માટે ઝડપી માર્ગદર્શિકા

25 માર્ચ, 2019

ભોયતળિયું (ફ્લોર) એ તમારા ઘરના આંતરિક ભાગનો આવશ્યક વિભાગ છે. અહીં કેટલીક ટીપ્સ આપી છે જે તમારૂ ફ્લોરિંગ યોગ્ય થવામાં મદદ કરશે.

તમે તમારી ટાઇલ્સ નાખવાનું શરૂ કરો તે પહેલાં, સુનિશ્ચિત કરો કે તળિયું (ફ્લોર) મક્કમ અને સમતળ કરેલું હોય. ધ્યાનમાં રાખો કે એકવાર તમે ફ્લોર નાખ્યા પછી, તમારે પહેલા અઠવાડિયા સુધી તેને ધોવાનું ટાળવું જોઈએ.

આદર્શ રીતે, એક અનુભવી આંતરિક સજાવટકર્તાની તમને તમારા ફ્લોરની યોજના બનાવવા માટે મદદ મેળવવી જોઈએ. ત્યાર પછીનો શ્રેષ્ઠ વિકલ્પ તમારા આર્કિટેક્ટ અથવા ઠેકેદાર સાથે ફ્લોરિંગની ચર્ચા કરવાનો છે.

ફ્લોરિંગ માટે ચાર મુખ્ય પસંદગીઓ છે – લાકડુ, ગ્રેનાઇટ, આરસ અને વિટ્રિફાઇડ. તમારા ઓરડાની કામગીરીના આધાર પર, તમારા ફ્લોરિંગને અનુકૂળ કરવાની જરૂર રહેશે. ઉદાહરણ તરીકે, તમારા બાથરૂમમાં ફ્લોરિંગ માટે આરસ સારી પસંદગી હશે પરંતુ ગ્રેનાઈટ તમારા રસોડામાં વધુ સારી રીતે ફીટ થશે.

ફ્લોર નાખ્યા પછી, તમારે ખાતરી કરવી આવશ્યક છે કે ફ્લોરિંગમાં કોઈ ખાલી જગ્યાઓ ન રહે. તમારું ફ્લોરિંગ ઘણાં બધાં ઘસારાઓમાંથી પસાર થશે, તેથી જ તમે સૌંદર્ય પ્રત્યે જેટલું ધ્યાન આપો છો તેટલું જ ટકાઉપણા પર પણ આપો. 


સંપર્કમાં રહો

તમારા પ્રશ્નોના જવાબ મેળવો

માન્ય નામ દાખલ કરો
માન્ય નંબર દાખલ કરો
માન્ય પિનકોડ દાખલ કરો
માન્ય શ્રેણી પસંદ કરો
માન્ય ઉપ શ્રેણી દાખલ કરો

આ ફોર્મ સબમિટ કરીને તમે અલ્ટ્રાટેક સિમેન્ટને તમારો સંપર્ક કરવાની અધિકૃતતા આપો છો.

આગળ વધવા કૃપા કરીને આ બોક્સ પર ટીક કરો