સંપર્કમાં રહો

તમારા પ્રશ્નોના જવાબ મેળવો

માન્ય નામ દાખલ કરો
માન્ય નંબર દાખલ કરો
માન્ય પિનકોડ દાખલ કરો
માન્ય શ્રેણી પસંદ કરો
માન્ય ઉપ શ્રેણી દાખલ કરો

આ ફોર્મ સબમિટ કરીને તમે અલ્ટ્રાટેક સિમેન્ટને તમારો સંપર્ક કરવાની અધિકૃતતા આપો છો.

આગળ વધવા કૃપા કરીને આ બોક્સ પર ટીક કરો

તમારા ઘરમાં પોઝિટિવ ઊર્જાને વધારવાના 6 સૂચનો

વાસ્તુશાસ્ત્ર એ એક સંસ્કૃત શબ્દ છે, જે ‘સ્થાપત્યવિજ્ઞાન’ને સંદર્ભિત કરે છે. તેમાં જગ્યા, ગોઠવણ, લેઆઉટ, માપ વગેરે જેવા સ્થાપત્ય અને ડીઝાઇનને લગતાં તમામ પ્રકારના આઇડીયાનો સમાવેશ થાય છે. ઘરનું વાસ્તુ જીવનમાં પોઝિટિવ ઊર્જા લાવવા માટે ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવે છે.


વાસ્તુના નિષ્ણાતો મુજબ પૂજાના રૂમનું વાસ્તુ કેવું હોવું જોઇએ

વળી, પૂજા રૂમ માટેનું વાસ્તુ તો તેનાથી પણ વધારે મહત્વપૂર્ણ છે, કારણ કે, તે સમગ્ર ઘરની ઑરા (આભા/પ્રભામંડળ) અને વાસ્તુને નિર્ધારિત કરે છે. વાસ્તુના નિષ્ણાતો મુજબ ઘરનો પૂજા રૂમ એ પોઝિટિવ ઊર્જાનો કંપનોનું કેન્દ્ર છે અને આથી જ જ્યારે તમે ઘર બાંધી રહ્યાં હો ત્યારે પૂજા રૂમ માટેના વાસ્તુને ધ્યાનમાં રાખવું એ ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે.
 

પૂજા રૂમ માટેના વાસ્તુનું મહત્વ 

પૂજા રૂમ એ ઘરમાં પોઝિટિવ અને નિર્મળ ઊર્જાઓનું એપિસેન્ટર છે, કારણ કે, તે તમારા ઘરમાં દેવી-દેવતાની હાજરીને કારણે દૈવીશક્તિને ફેલાવે છે. પૂજા રૂમના સ્વરૂપે ફક્તને ફક્ત આવી દૈવીશક્તિ માટે એક અલાયદી જગ્યા ફાળવવી (તે કેટલી મોટી છે કે નાની તેનાથી ખાસ ફરક પડતો નથી) એ તમારા ઘર માટે ખૂબ જ મહત્વનું છે અને ઘરમાં શાંતિ, પોઝિટિવ ઊર્જા લાવવા તથા તમારા ઘરમાં કેવા પ્રકારની ઊર્જા ફેલાય છે, તે નિર્ધારિત કરવા માટે યોગ્ય વાસ્તુ નોંધપાત્ર ભૂમિકા ભજવે છે.

પૂજા રૂમ ઘરમાં સારા કંપનો ફેલાવવામાં મદદરૂપ થવાની સાથે-સાથે આવી દૈવીશક્તિઓ સાથે તમારું જોડાણ કરવામાં પણ મદદરૂપ થાય છે. નકારાત્મક ઊર્જાને દૂર કરવા તથા તમારા ઘરને ખુશીઓ અને હકારાત્મકતાથી ભરી દેવા માટે વાસ્તુ ખામીરહિત હોવું જોઇએ.

પૂજા રૂમ માટે વાસ્તુના સૂચનો

અહીં નીચે વાસ્તુશાસ્ત્રના સિદ્ધાંતો મુજબ પૂજા રૂમ માટેના યોગ્ય વાસ્તુની મદદથી તમારા ઘરને પોઝિટિવ અને દૈવી ઊર્જાનું કેન્દ્ર બનાવવામાં મદદરૂપ થવા માટે કેટલાક સૂચનો આપવામાં આવ્યાં છે :

 • 1. પૂજા રૂમની સ્થિતિને નિર્ધારિત કરવી :

 • પૂજા રૂમ માટેના વાસ્તુ મુજબ, પૂજા રૂમની સ્થિતિને નિર્ધારિત કરવા માટે સૂચવવામાં આવેલી પ્રત્યેક દિશા કંઇક વિશેષ બાબતને સૂચવે છે અને તેનું પ્રતિનિધિત્વ કરે છે, આથી જ પૂજા રૂમની સ્થિતિ નિર્ધારિત કરવી એ પૂજા રૂમના વાસ્તુનો સૌથી મહત્વનો હિસ્સો છે.

  • ઉત્તર-પૂર્વ (ઇશાન) દિશાને પૂજા રૂમ માટે શ્રેષ્ઠ દિશા માનવામાં આવે છે, કારણ કે, તેને શંકર ભગવાનનો વિસ્તાર માનવામાં આવે છે અને આથી જ તે સૌથી શુભ છે. તેના પછી કાં તો પૂર્વ અથવા તો ઉત્તર દિશાને મહત્વ આપવામાં આવ્યું છે. દક્ષિણ દિશા તરફ મુખ રાખનારા પૂજા રૂમના વાસ્તુને અશુભ માનવામાં આવે છે.
  • તમારા પૂજા રૂમને સીડીઓની નીચે અથવા તો વૉશરૂમની નજીક રાખશો નહીં, કારણ કે, આ સ્થળો પૂજા રૂમ માટે અશુભ માનવામાં આવે છે.
  • પૂજા રૂમ ગ્રાઉન્ડ ફ્લોર કે ઉપરના માળે ગોઠવવામાં ન આવ્યો હોય તેની ખાતરી કરો, કારણ કે, વાસ્તુ મુજબ આ સ્થળોને પૂજા રૂમ માટે શ્રેષ્ઠ ગણવામાં આવતાં નથી.
  • પૂજા રૂમના દરવાજા અને બારીઓ ઉત્તર અથવા પૂર્વની તરફ ખુલતા હોવા જોઇએ.
  • પૂજા રૂમના વાસ્તુ મુજબ પોઝિટિવ કંપનો માટે પૂજા રૂમમાં પીરામિડના આકારની છત રાખવાની ભલામણ કરવામાં આવે છે.
  • પૂર્વ દિશા તરફના ઘરો માટે પૂજા રૂમનું વાસ્તુ સૂચવે છે કે, આવા ઘરોમાં પૂજા રૂમ કાં તો ઉત્તર અથવા તો પૂર્વ તરફના ખૂણામાં હોવો જોઇએ.
Pooja room direction according to Vastu Shastra
 • 2. ભગવાનની મૂર્તિની ગોઠવણ :

  • પૂજા રૂમ માટેના વાસ્તુ મુજબ પૂજા રૂમમાં ભગવાનની મૂર્તિઓ એકબીજાની સામ-સામે ન હોવી જોઇએ અને દિવાલની નજીક પણ ન હોવી જોઇએ.
  • આ મૂર્તિઓને ઉત્તર-પૂર્વ (ઇશાન) દિશામાં ગોઠવવી જોઇએ.
  • તમામ મૂર્તિઓનું મુખ એક જ દિશાની તરફ હોય અને દરવાજા તરફ ન હોય તેની ખાતરી કરો.
  • મૂર્તિઓની આસપાસ હવાનો પ્રવાહ પૂરતી માત્રામાં પસાર થઈ શકે તેની ખાતરી કરવા આ મૂર્તિઓ દિવાલને ટેકવેલી ન હોવી જોઇએ.
  • પૂજા રૂમ માટેના વાસ્તુના સૂચનોમાં કરવામાં આવેલી ભલામણો મુજબ આ મૂર્તિઓ જમીનથી ઓછામાં ઓછી 6 ઇંચ ઉપર ગોઠવેલી હોવી જોઇએ.
  • આ રૂમમાં મૃત્યુ પામેલા પરિવારજનો કે હિંસાનું ચિત્રણ કરતી હોય તેવી છબીઓ રાખશો નહીં.
  • આ મૂર્તિનું માળખું ખંડિત કે તૂટેલું ન હોય તેની ખાતરી કરો.
  • લેમ્પને દક્ષિણ-પૂર્વ (અગ્નિ) દિશામાં ગોઠવવો જોઇએ.
Vastu Shastra Tips for Puja Room
 • 3. પવિત્ર વસ્તુઓની ગોઠવણ :

  • પૂજા રૂમમાં પવિત્ર ચીજો અને પૂજા રૂમની અન્ય ચીજો સિવાય અન્ય કોઈ ચીજવસ્તુઓનો સંગ્રહ કરવો જોઇએ નહીં. પૂજા રૂમમાં કોઈ અવ્યવસ્થા હોવી જોઇએ નહીં.
  • મૂર્તિની ઉપર ક્યારેય કોઈ વસ્તુ મૂકવી જોઇએ નહીં.
  • લેમ્પ અને અગ્નિકુંડ હંમેશા દક્ષિણ-પૂર્વ (અગ્નિ) દિશામાં ગોઠવવા જોઇએ.
 • 4. પૂજા રૂમમાં કેબિનેટની ગોઠવણ :

  • પૂજા રૂમ માટેના વાસ્તુ મુજબ સૂર્યપ્રકાશ અવરોધાય નહીં તેની ખાતરી કરવા માટે પૂજા રૂમમાં કોઇપણ પ્રકારનું કેબિનેટ દક્ષિણ-પૂર્વ (અગ્નિ) દિશામાં ગોઠવેલું હોવું જોઇએ.
  • પૂજાની ચીજવસ્તુઓનો સંગ્રહ કરવા માટે તમે પીરામિડના આકારનું ટાવર કે કેબિનેટ બનાવી શકો છો, કારણ કે તે પોઝિટિવ કંપનો ફેલાવે છે.
  • વાસ્તુ મુજબ પૂજા રૂમમાં મૂર્તિઓની ઉપર કેબિનેટ બનેલા હોવા જોઇએ નહીં.
 • 5. પૂજા રૂમનો રંગ :

  • પૂજા રૂમ માટે આછા રંગો હંમેશા શ્રેષ્ઠ ગણાય છે, કારણ કે, તે પોઝિટિવ કંપનો ફેલાવે છે અને તે પૂજા-અર્ચના માટે આદર્શ છે.
  • ક્રીમ કલર પૂજા રૂમ માટે આદર્શ રંગ છે.
  • ઓછો વાદળી, સફેદ અને આછો પીળો રંગ શાંત અને ચિંતનાત્મક વાતાવરણનું સર્જન કરે છે.
  • ઉત્તર-પૂર્વ (ઇશાન) દિશામાં રહેલા પૂજા રૂમ માટે સફેદ રંગ આદર્શ ગણાય છે.
 • 6. પૂજા રૂમમાં પ્રકાશ :

  • દિવસ દરમિયાન પૂજા રૂમમાં પૂરતો પ્રકાશ જળવાઈ રહે તેની ખાતરી કરવા માટે પૂજા રૂમમાં ઓછામાં ઓછી એક બારી હોય તે મહત્વનું છે. પૂજા રૂમ માટેના વાસ્તુ મુજબ તેનાથી સૂર્યની પોઝિટિવ ઊર્જા અને કંપનો રૂમમાં મુક્તપણે ફેલાઈ શકે છે.
  • સૂર્યાસ્ત પછી પણ આ રૂમમાં પૂરતું અજવાળુ રહે તેની ખાતરી કરો. પૂજા રૂમમાં લાઇટ મૂકો કે લેમ્પ ચાલું રાખો, જેથી તેમાં પૂરતું અજવાળુ રહે તેની ખાતરી કરી શકાય.

પૂજા રૂમ એ ખૂબ જ પવિત્ર જગ્યા છે અને વાસ્તુના સિદ્ધાંતો મુજબ તેની ગોઠવણ કરવાથી ઘર ખુશીઓથી ભરેલું રહે છે. તમારા ઘરમાં પોઝિટિવ ઊર્જાને વધારવા માટે પૂજા રૂમ માટેના આ વાસ્તુના સૂચનોનું પાલન કરો અને તમારા પવિત્ર અને ખુશહાલ ઘરમાં નકારાત્મક ઊર્જાને કોઈ સ્થાન ન હોય તેની ખાતરી કરો.

તમારા ઘરના મુખ્ય દરવાજાને યોગ્ય રીતે ગોઠવીને તમારા ઘરમાં પ્રવેશનારી ઊર્જાનું નિયમન કરો અને તમારા ઘરનું નકારાત્મક ઊર્જા સામે રક્ષણ કરો.