નિષ્પક્ષ અને પ્રામાણિકતાથી કાર્ય કરવું અને નિર્ણય લેવા. વ્યાવસાયિકતાના ઉચ્ચ ધોરણોને અનુસરવા અને આવું કરવા માટે ઓળખ બનાવવી. અમારા માટે પ્રામાણિકતાનો અર્થ માત્ર નાણાકીય અને બૌદ્ધિક સત્યનિષ્ઠતા જ નથી, પરંતુ જેમને સામાન્યપણે સમજવામાં આવે છે તે અન્ય તમામ બાબતોને સામેલ કરવા છે.
સત્યનિષ્ઠતાના આધાર પર તમામ હિસ્સેદારોને મૂલ્ય આપવા માટે આવશ્યક હોય એ તમામ કરવું. આ પ્રક્રિયામાં અમારા પોતાના કાર્યો અને નિર્ણયો માટે જવાબદાર રહેવું, તેની સાથે અમે જેમના માટે જવાબદાર છીએ એવા અમારી ટીમના અને સંસ્થાના ભાગ માટે પણ અમે જવાબદાર છીએ.
એવો ઊર્જાસભર, સહજ ઉત્સાહ જે સંસ્થાની સાથે ભાવનાત્મક જોડાણથી ઉત્પન્ન થાય છે, જે કાર્યને આનંદદાયક બનાવે છે અને પ્રત્યેકને પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપવા માટે પ્રેરણા આપે છે. ઊર્જા અને ઉત્સાહનાં ઉચ્ચ સ્તરની સાથે લક્ષ્યાંકો અને ઉદ્દેશોની સ્વૈચ્છિક, ત્વરીત અને અથાગ ખોજ માટેની સફર.
વિભિન્ન કાર્યાત્મક જૂથો, હોદ્દાના ક્રમ, કારોબાર અને ભૌગોલિક ક્ષેત્રોમાં સાથે મળીને વિચાર કરવો અને કાર્ય કરવું. આપલે કરવી અને સહયોગાત્મક પ્રયત્નો મારફતે સંસ્થાકીય એકતાને પ્રોત્સાહિત કરતી વખતે સિનર્જીના લાભ મેળવવા માટે વૈવિધ્ય ક્ષમતાઓ અને દૃષ્ટિકોણના તાલમેલનો લાભ પ્રાપ્ત કરવો.
તાકીદની સમજ સાથે આંતરિક અને બાહ્ય ગ્રાહકોને પ્રતિસાદ આપવો. સમયમર્યાદા પહેલા પૂર્ણ કરવાનો સતત પ્રયત્ન કરવો અને સંસ્થાગત કાર્યક્ષમતાનો સર્વોત્તમ બનાવવા માટે શ્રેષ્ઠ તાલમેલને પસંદ કરવો.
તમારા પ્રશ્નોના જવાબ મેળવો