ટ્રસ્ટીશીપ વિચારના એક દૃઢ અભ્યાસી શ્રી બિરલાએ આદિત્ય બિરલા ગ્રુપ ખાતે સંભાળ લેવાના અને દાન આપવાના વિચારને સંસ્થાગત સ્વરૂપ આપ્યું છે. તેમના નિર્દેશની સાથે ગ્રુપ અર્થસભર કલ્યાણથી પ્રેરિત એવી પ્રવૃત્તિઓમાં સામેલ છે, જે ભારત, થાઈલેન્ડ, ઈન્ડોનેશિયા, ફિલિપિન્સ અને ઈજિપ્તમાં સેંકડો અતિ ગરીબ ગામડાઓની આસપાસના સમાજના નબળા વર્ગોનાં જીવનની ગુણવત્તાને વિશિષ્ટ રીતે અસર કરે છે.
શ્રી બિરલાનાં નેતૃત્ત્વ હેઠળ ગ્રુપનું સીએસઆર રોકાણ લગભગ રૂ. 250 કરોડ છે.
ભારતમાં ગ્રુપ 5.000 ગામડાઓ સાથે જોડાયેલું છે, જેથી તે વાર્ષિક ધોરણે 75 લાખ લોકો સુધી પહોંચે છે અને આરોગ્યની સંભાળ, શિક્ષણ, ટકાઉ આજીવિકા, આંતરમાળખાકીય સુવિધા અને સામાજિક કારણો પર ધ્યાન કેન્દ્રીત કરતા ચોક્કસાઈપૂર્વક વિચાર કરેલા પ્રોજેક્ટ્સ મારફતે તેમના જીવનમાં તફાવત સર્જે છે. ઉદાહરણ તરીકે ગ્રુપ 56 શાળા સંચાલિત કરે છે, જે 45,000 બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ પૂરું પાડે છે. આમાંથી 18000 બાળકો વંચિત સમુદાયોમાંથી આવે છે. આ ઉપરાંત સેતુ શૈક્ષણિક કાર્યક્રમો અને વ્યાવસાયિક તાલિમથી 100,000થી વધુ યુવાઓને લાભ પ્રાપ્ત થાય છે. તેની 22 હોસ્પિટલો 10 લાખથી વધુ ગ્રામીણોને પોતાની સેવા પૂરી પાડે છે. ટકાઉ વિકાસ માટેની પોતાની વચનબદ્ધત્તાને અનુરૂપ ગ્રુપે મુંબઈમાં કોલંબિયા ગ્લોબલ સેન્ટરની અર્થ ઈન્સ્ટિટ્યુટને સ્થાપવામાં કોલંબિયા યુનિવર્સિટી સાથે ભાગીદારી કરી છે. સીએસઆરને સંસ્થાઓમાં જીવનની એક રીત તરીકે સ્થાપિત કરવા માટે કંપનીએ દિલ્હીમાં ફિક્કી – આદિત્ય બિરલા સીએસઆર સેન્ટર ફોર એક્સેલન્સની સ્થાપના કરી છે.