અલ્ટ્રાટેક ખાતે અમને પડકારો, સખત મહેનત, હાઈ ફાઈવ અને ઉજવણીઓ ગમે છે. અમે જોખમ લેનારાઓ, ઝડપી શીખનારાઓ અને અમારા ક્ષેત્રોમાં નિપુણ છીએ. અમે એક સાથે સિમેન્ટ ઉદ્યોગને પુનઃવ્યાખ્યાયિત કરીએ છીએ
અમારી સાથે કેમ જોડાવવું જોઈએ, તમે તે પૂછો ?
તમારી જાતે જ જોઈ લો...
અમે એક સમતુલિત વાતાવરણ પૂરું પાડવાનો પ્રયત્ન કરીએ છીએ, જ્યાં અમારા કર્મચારીઓ માટે જ નહીં, પરંતુ તેમના પરિવારો માટે પણ આનંદ અને કાર્ય એક સાથે ઉપલબ્ધ છે.
વિશ્વ પર્યાવરણ દિવસ, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ અને બાળ દિવસ જેવા વિભિન્ન પ્રસંગો પર થતી ઉજવણીથી કર્મચારીઓ અને તેમના પરિવારોને એકબીજાને મળવા અને તણાવને દૂર કરવામાં મદદ મળે છે.
અમારું સ્વાસ્થ્ય અને કલ્યાણ કેલેન્ડર તૈયાર સૂચિ પૂરી પાડે છે, જે કર્મચારીઓને યોગ્ય આહાર લેવામાં, સુરક્ષિત રહેવામાં અને સારા અહેસાસ માટે મદદરૂપ થાય છે. વોકેથોન્સ, વાર્ષિક આરોગ્યની તપાસ, સેફ્ટી વીક્સ જેવી પ્રવૃત્તિઓ કર્મચારીની સુરક્ષા અને તંદુરસ્તી માટેની સંસ્થાની વચનબદ્ધત્તાને પ્રતિબિંબિત કરે છે.
અલ્ટ્રાટેક ખાતે અમે જીવન જીવવામાં માનીએ છીએ. અમારો એવો પ્રયત્ન રહે છે કે કાર્ય પર માત્ર અમારા કર્મચારીઓ જ નહીં, પરંતુ તેમના પરિવારો પણ દરેક ક્ષણને માણે.
અમે અમારા કાર્યબળમાં વૈવિધ્યતા અપનાવીએ છીએ
વૈશ્વિક કંપની હોવાને નાતે અલ્ટ્રાટેક સંવેદનશીલ રોજગારદાતાનું મહત્ત્વ સમજે છે, જે સાંસ્કૃત્તિક વૈવિધ્યતાના પડકારો અને લાભોને સમજે છે.
વૈશ્વિક કંપની હોવાને નાતે અલ્ટ્રાટેક સંવેદનશીલ રોજગારદાતાનું મહત્ત્વ સમજે છે, જે સાંસ્કૃત્તિક વૈવિધ્યતાના પડકારો અને લાભોને સમજે છે.
અલ્ટ્રાટેક સિમેન્ટમાં વૈવિધ્યતાનો અર્થ યોગ્ય કુશળતા, પ્રતિભા અને સર્જનાત્મકતાની સાથે વિપરિત ક્ષેત્રો, ઉંમર, સંસ્કૃત્તિ અને લિંગનાં સંદર્ભમાં સમતુલિત કાર્યદળ થાય છે.
અલ્ટ્રાટેક ખાતે અમે તમામ અરજીઓ વિશે સંપૂર્ણ અને યોગ્ય વિચાર કરવામાં અને તમામ કર્મચારીઓના સતત વિકાસ અને તકોને જારી રાખવામાં માનીએ છીએ.
અમે મહિલાઓને અનુકૂળ કાર્યપ્રદ્ધત્તિઓ અને કાર્યનાં વાતાવરણ પર ગર્વ અનુભવીએ છીએ.
વર્લ્ડ ઓફ વુમન ઓનલાઈન કોમ્યુનિટી, જેમાં મહિલાઓ વ્યક્તિગત રીતે અને વ્યાવસાયિક રીતે શીખી શકે છે, વૃદ્ધિ પામી શકે છે અને એકબીજાને ટેકો પૂરો પાડી શકે છે.
‘એક્સેલરેટેડ વુમન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ’ ઉચ્ચ ક્ષમતા ધરાવતી મહિલા મેનેજર્સને ટોચના લીડર્સ તરીકે વિકસાવવાનો લક્ષ્યાંક ધરાવે છે
જુનિયર મેનેજમેન્ટની ભૂમિકાઓમાં મહિલા માટેનો કાર્યક્રમ ઓન નર્ચર અપગ્રેડ યોરસેલ્ફ (જાતે શીખો, પોતાની જાતને અપગ્રેડ કરો) મીડલ મેનેજમેન્ટના હોદ્દાઓ માટે આગળ મજબૂત કુશળતા તૈયાર કરે છે
તમારા પ્રશ્નોના જવાબ મેળવો